સમાજ સેતુગુજરાતી ખત્રી સમાજ

એક ખત્રી એક સમાજગુજરાતી ખત્રી એક સમાજ

સમાજ સેતુગુજરાતી ખત્રી સમાજ
મદદ

પગલું 1 / 3

તમારું ખાતું બનાવો

આ નંબર અને પાસવર્ડથી તમે લૉગ ઇન કરશો.

+91

ઓછામાં ઓછા 8 અક્ષર

કોઈ OTP નથી — એડમિન તમારા દસ્તાવેજથી ઓળખ ચકાસે છે.

પહેલેથી ખાતું છે? લૉગ ઇન કરો

મેરેજ બ્યુરોના નિયમો

ખાતું બનાવતા પહેલાં ધ્યાનથી વાંચો

નીચે મુજબના નિયમો મેરેજ બ્યુરો સાથે જોડાયેલ તમામ છોકરા છોકરી અને પરિવારને લાગુ પડશે

ગુજરાતી ખત્રી સમાજ વેબસાઈટ ખત્રી સમાજના તમામ પરિવાર માટે સંપૂર્ણ ફ્રી સેવા પૂરી પાડે છે અને અમારો ઉદ્દેશ માત્ર સામાજિક મદદ કરવાનો છે

  1. 1

    કોઈપણ છોકરા અથવા છોકરીના લગ્ન અમારા પ્લેટફોર્મ થકી બાયોડેટા જોઈને નક્કી કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી કુટુંબીજનોની અને છોકરા છોકરી ઓની રહેશે અમારા કોઈ પણ કાર્યકર્તા મેમ્બર અને ચંદન ચેરીટેબલ ટ્રસ્ટની જવાબદારી રહેશે નહીં.

  2. 2

    જે છોકરા છોકરીઓને બાયોડેટા મેચ થયા પછી પૂછપરછની છોકરા તરફથી અથવા છોકરીઓ તરફથી એ તમામ જવાબદારી માતા પિતાની અને કુટુંબીજનોની રહેશે.

  3. 3

    સમાજના દીકરી દીકરાઓના લગ્ન માટેની આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવેલ છે જેમાં ઓનલાઇન બાયોડેટા છોકરાઓ અને છોકરી ઓના પોતે એડ કરવાના રહેશે. અમારા કાર્યકર્તા અને ચંદન ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગી સંસ્થા દ્વારા અપડેટ કરાશે નહિ.

  4. 4

    જે કોઈ છોકરાઓ અથવા છોકરીઓના લગ્ન થઈ ગયા હોવા છતાં અમારા પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરશે તેઓ તમામની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

  5. 5

    જે કોઈ પણ છોકરા છોકરી આ એપ્લિકેશન માંથી લગ્ન વિવાહ થી જોડાયા હોય એમને કાર્યકર્તાઓના નંબર પર ફોન કરી જાણ આપવી જેથી તમારા બાયોડેટા વેબસાઈટ પરથી દૂર કરી દેવામાં આવશે.

  6. 6

    તમામ કાર્યકર્તા અને સપોર્ટ કરતી સંસ્થા ચંદન ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતી ખત્રી સમાજ ગ્રુપ ચલાવતા તમામ ફ્રી (Free) સેવા આપે છે. છોકરા/છોકરીઓ અને કુટુંબીજનો ભવિષ્યમાં કોઈ પણ આક્ષેપો અથવા કાયદાકીય નોંધ કરવાની હકદાર રહેશે નહિ.

  7. 7

    કોઈપણ અન્ય મેરેજ બ્યુરો કે સંસ્થા છોકરા/છોકરી અને પરિવારના બાયોડેટાનો દુરુપયોગ કરે તો તેની જવાબદારી અમારા કોઈ પણ કાર્યકર્તા મેમ્બર અથવા સહયોગી સંસ્થા ચંદન ચેરીટેબલ ટ્રસ્ટની રહેશે નહીં.

  8. 8

    મેરેજ બ્યુરો માટે જોડાયેલ મેમ્બરોની પાત્રોની પુષ્ટિ અને ચકાસણી માટેની તમામ જવાબદારી જે તે કુટુંબીજનોની રહેશે આનાથી ભવિષ્યમાં કોઈપણ વિવાદ થાય તો તે તમામ જવાબદારી કુટુંબીજનોની રહેશે અમારા ટીમ મેમ્બર અને સહયોગી સંસ્થા ચંદન ચેરીટેબલ ટ્રસ્ટની જવાબદારી રહેશે નહીં.

  9. 9

    સમાજના હિતમાં સેવા આપતું ગુજરાતી ખત્રી સમાજ ગ્રુપના તમામ કાર્યકર્તા અને સપોર્ટ કરતી સંસ્થા ચંદન ચેરીટેબલ ટ્રસ્ટ કોઈપણ કાયદાકીય આક્ષેપો કે ગુનાને પાત્ર રહેશે નહીં.

ડિસ્ક્લેમર / કાનૂની સ્પષ્ટતા

અમે એક મફત સામાજિક સેવા સંસ્થા છીએ અને કોઈપણ પ્રકારની ફી કે કમિશન લેતા નથી.

  1. 1

    આ વેબસાઇટ સમાજના હિતમાં સંપૂર્ણપણે મફત (Free) સેવા પૂરી પાડે છે અને અમારો ઉદ્દેશ્ય માત્ર સામાજિક મદદ કરવાનો છે.

  2. 2

    આ પ્લેટફોર્મ પર સભ્યો દ્વારા અપલોડ કરવામાં આવેલી તમામ માહિતી (જેમ કે શિક્ષણ, આવક, ઉંમર અને પારિવારિક વિગતો) સભ્યોએ પોતે આપેલી છે. અમારી ટીમ આ માહિતીની સત્યતાની કોઈ ગેરંટી લેતી નથી.

  3. 3

    લગ્ન નક્કી કરતાં પહેલાં વર-કન્યાના પરિવારે અને સંબંધીએ પોતાની રીતે તમામ વિગતોની ખરાઈ (ચકાસણી) કરી લેવાની રહેશે. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી કે છેતરપિંડી માટે અમારી વેબસાઇટ, સંસ્થા, સહયોગી ચંદન ચેરીટેબલ ટ્રસ્ટ કે ટીમના કોઈ પણ સભ્ય ગુનાહિત રીતે જવાબદાર રહેશે નહીં.

  4. 4

    સમાજના હિતમાં લોક ઉપયોગી ફ્રી સેવા પૂરી આપનાર ગ્રુપના તમામ કાર્યકર્તાઓ અથવા સંસ્થાની કોઈ પણ કાનૂની કાયદાકીય જવાબદારી રહેશે નહિ.

  5. 5

    બ્યુરો માત્ર પ્રોફાઇલ આપવા અને મેળવવાનું માધ્યમ પૂરું પાડે છે. પાત્રોની પૃષ્ઠભૂમિ (Background) અને ચરિત્રની ચકાસણી કરવાની અંતિમ જવાબદારી જે-તે પરિવારની રહેશે.

  6. 6

    ગુજરાતી ખત્રી સમાજના પ્લેટફોર્મ પરથી છોકરા અને છોકરીઓના લગ્ન થાય છે અને ભવિષ્યમાં તેમના લગ્ન સફળ રહેશે તેની કોઈ બાંહેધરી કે ખાતરી આપતા નથી. લગ્ન બાદ ઊભા થતા કોઈ પણ પ્રકારના વિવાદો, છૂટાછેડા, કોર્ટ કેસ અને કાનૂની કે અન્ય કોઈ મુશ્કેલીઓ માટે સહયોગી સંસ્થા ચંદન ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવા આપતા સમાજના સભ્યો, કાર્યકર્તાઓની જવાબદારી રહેશે નહિ અને સંસ્થા અને સભ્યો, કાર્યકર્તા સામે કોઈ કાનૂની કાર્યવાહી કે વળતરનો દાવો કરી શકશે નહિ.

  7. 7

    છૂટાછેડા થયેલ સભ્યોએ પોતાનો નામદાર કોર્ટનો આખરી હુકમ (Final Divorce Decree) અને વિધવા અને વિધુર સભ્યોએ સ્વર્ગસ્થ જીવનસાથીનું મરણ પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન સમયે રજૂ કરવાનું રહેશે અથવા ફ્રી સેવા આપતા કાર્યકર્તાને ફોટોકોપી આપવાની રહેશે. ખોટા દસ્તાવેજો રજૂ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  8. 8

    આ સેવા સંબંધિત કોઈ પણ પ્રકારનો વિવાદ અને કાનૂની પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેનું ન્યાય ક્ષેત્ર માત્ર (સુરત શહેર ગુજરાત) સંસ્થાની મુખ્ય ઓફિસ જે શહેરમાં આવેલ હોય તે સ્થાનિક અદાલત પૂરતું જ મર્યાદિત રહેશે.

  9. 9

    ખંડણી અને ધમકી (Extortion & Criminal Intimidation): જો કોઈ વ્યક્તિ કે સંસ્થા પૈસા માંગે કે ધમકી આપે, તો ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવશે.

  10. 10

    બદનક્ષી (Defamation): જો કોઈ સોશિયલ મીડિયા પર અમારી સંસ્થા વિશે ખોટી અફવાઓ ફેલાવશે, તો તેમના પર માનહાનિનો દાવો કરવામાં આવશે અને તેમની પર કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

બાંહેધરી

  1. 1

    લગ્નગ્રંથિથી જોડાવા માટે દીકરા અને દીકરીઓએ જે પણ બાયોડેટા આપ્યા છે એ બાયોડેટા પોતાની સ્વેચ્છિકતાથી લખીને સંસ્થાને આપ્યા છે જે લગ્ન કરવાને માટે સામે છોકરાને અને છોકરીઓને શેર કરવાના હોય છે આ તમામ જવાબદારી મારી છે, મેરેજ બ્યુરો ચલાવનાર કાર્યકર્તા અને સહયોગી સંસ્થાની કોઈ જવાબદારી નથી.

  2. 2

    મારી ઇન્ફોર્મેશન ખાતરીપૂર્વક સાચી આપી છે જે હું પુરવાર કરું છું એની બાંહેધરી હું આપુ છું, મેરેજ બ્યુરોના કાર્યકર્તાઓ અને જોડાયેલ સંસ્થા ની કોઈપણ જવાબદારી નથી એની હું ખાતરી આપું છું.

  3. 3

    ખત્રી સમાજના છૂટાછેડા અને વિધવા/વિધુર મહિલા/પુરુષ પણ અમારા પ્લેટફોર્મ પર રજીસ્ટર કરી શકે છે કે તેઓ પાછા લગ્નગ્રંથિથી જોડાઈ અને તેઓના લગ્ન જીવન ફરી નિષ્ફળ જાય તો એની કાયદાકીય જવાબદારી સહયોગી સંસ્થા ચંદન ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવા આપનાર કાર્યકર્તાઓની રહેશે નહિ.